Saturday, October 18, 2014

ગણેશોત્સવ-વાસ્તવમાં ભક્તિ કે ભક્તિનો આડંબ

શ્રી ગણેશાય નમ:

ગણપતિ આયો બાપા, ગણપતિ આયો,
રિદ્ધિ-સિદ્ધિ લાયો...

થોડા વર્ષો પેહલા ગણેશોત્સવ માત્ર મહારાષ્ટ્રમાં જ ઉજ્વવામાં આવતો અને તેની શરૂઆત ઉત્સવ તરીકે નહીં પરંતુ ભારતના લોક લાડીલા લોકમાન્ય તિલક દ્વારા ગણેશ ચતુર્થને દિવસે એક સામાન્ય સભા બોલાવવામાં આવી હતી અને ચર્ચા-વિચારણાના ઉદેશથી આયોજન કરેલ. પરંતુ આજે તે ઉદેશ તો ભાગ્યે જ કોઈને ખ્યાલ છે અને તે માત્ર નવરાત્રિ, દિવાળી જેમ એક ઉત્સવ બની ગયેલ છે. આપના ગુજરાતમાં પણ 4/5 વર્ષથી ખૂબ ઉલ્લાસ અને મોજ શોખથી આ તહેવાર ઉજ્વવામાં આવે છે. 9 દિવસ ભગવાનના નામથી અનેક ફંકશન કરવામાં આવે જેમ કે, ડાયરો, દાંડિયા-રાસ, સત્યનારાયણજી ની કથા, ડાન્સ શો, વગેરે. વગેરે...સવાર-સાંજ બને સમય ભવ્ય આરતી આયોજન અને સંધ્યા આરતી સમયે પ્રસાદનું આયોજન. પ્રસાદ એટલે માત્ર લાડવા કે સાકર નહીં પરંતુ રાતે ભોજન પ્રસાદ એટ્લે કે પાણી-પૂરી, ચાપડી-ઊંધિયું, પાઉં-ભાજી, વગેરે.. અઅરે!!!! કોઈ પ્રસાદ લેવા ન આવી શકે અને ભકત હોય તેને નાખુશ ન કરાય એટ્લે પાર્સલ વ્યવસ્થા પણ ઉતમ રાખેલ હોય છે. ટુકમાં 9 દિવસ ગૃહિણીને રાત્રિ ભોજન બનાવવામાથી મુક્તિ.

વિસર્જન સમયે પણ ડી.જે. રાખવામા આવે છે. ત્યારે સવાલ થાય કે શું આ જ છે ભગવાનની આરાધના? કે પોતાના મોજ-શોખ પૂરા કરવાનું મધ્યમ???? 9 દિવસ માત્ર પુજા-પાઠ અને આરતી-પ્રસાદ દ્વારા ભગવાનની આરધના ન થાય? અને વિસર્જન શા માટે? કોઈ 10 લાખની તો કોઈ 15 લાખની મુર્તિ બનાવડાવે છે, તેની સારી રીતે સેવા કરે છે અને અંતે પાણીમાં વિસર્જન જ ને? આ બધી મૂડીથી કોઈ ગરીબને 9 દિવસ સવાર-સાંજ ભોજન કરાવ્યુ હોય તો? નારાત્રીના અંતે ઘરમાં પધરાવેલ ગરબા મંદિરમાં પધરાવી દેવામાં આવે છે ત્યારે કોઈ ડી.જે રાખવામા નથી આવતું.મંદિરમાથી થોડા દિવસમાં જ કોઈ નદીમાં તે ગરબાનું વિસર્જન કરવામાં આવે છે તો ગણેશદાદામાં આવું શા માટે નહીં? આ દિવસોમાં ઘણા સમાચાર જોવા મળે છે કે વિસર્જન દરમ્યાન નદીમાં 2/3 વ્યક્તિના મોત. શા માટે જાન જોખમમાં મૂકીને વિદાય આપો છો? શ્રવણ માસ પૂર્ણ થતાં જ SMS આવ્યા.. હું કૈલાશ પર્વત ઉપર આવી ગયેલ છું અને મારા પુત્રને મોકલું છું આવા SMS કરતાં લોકોને entertainment લાગે છે પણ તે ભગવાનની મજાક છે. 9 દિવસ આરતી કરનાર કે હાજરી પુરાવના ભાગ્યે જ કોઈને આરતી આવડી હશે પણ ભાવુક અને શ્રદ્ધાળુ પોતે જ હોય તેવું અચૂક દર્શાવે છે.

આ 9 દિવસોમાં સૌ એટલી પુજા કરે છે કે ભગવાન અચરજ અનુભવવા લાગે તેમાં કોઈ શક નથી. ઘરમાં, ઓફિસમાં,દુકાનમા સ્થાપન કરે છે પરંતુ જાહેરમાં તેનું અપમાન થાય છે તે કોઈને નજરે નથી આવતું. જાહેર રસ્તા ઉપર એટ્લે કે દીવાલ પર ગણેશજીના ફોટાવળી એક ટાઇલ્સ છે જે ખંડિત થયેલ છે તે કોઈને નજરે આવતી નથી. ટાઇલ્સને આપણે બદલાવી નહીં, વિસર્જિત ન કરીએ પણ અહી પુરુષો જાહેરમાં યુરીનલ કરતાં હોય છે જે અત્યંત શરમજનક છે. 9 દિવસ ગણપતિ દાદા, વિઘ્નહર્તાન મુર્તિની પુજા,ગીતગાન  અને અન્ય સમયે
પાનની પિચકારી, યુરીનલ વગેરે... જાહેર જનતાને વિનંતી કે તહેવાર આવે અને જાય પરંતુ સદાય તમારી સામે છે તેને અન્ય દિવસોમાં પણ પૂજનીય ગણો કારણ કે તે પણ મુર્તિ/ફોટો જ છે. ભગવાનનું અપમાન થાય તેવા ફોટા/ટાઇલ્સ જાહેરમાં ન લગાવવા જોઈએ અને જો લગાવો તો તેનું અપમાન ન થાય તેની કાળજી રાખવી જોઈએ.



No comments:

Post a Comment